November 22, 2012

પ્રેમનો ધંધો

જ્યારથી પ્રેમનાં ધંધામા હું બેકાર થઇ ગયો.
બસ ત્યારથી હું એક નવો ગઝલકાર થઇ ગયો.

પ્રેમમાં મિલન અને જુદાઇની કેવી સહાદત છે.
ખુદા, શું તને પણ મજાક કરવાની આદત છે.
જ્યારથી પ્રેમમાં વિચિત્ર મારો આકાર થઇ ગયો.
બસ ત્યારથી હું એક નવો ગઝલકાર થઇ ગયો.

ક્યારેક મિલનથી થાઈ દિલ લિલુછમ મેદાન.
ક્યારેક કાળી જુદાઈથી થાઈ એ કેવુ વેરાન,
જ્યારથી દિલના રંગો લઈ હું ચિત્રકાર થઈ ગયો.
બસ ત્યારથી હું એક નવો ગઝલકાર થઇ ગયો.

કે દુઃખમા અહી હસતા આવડી ગયું.
ને વગર વાકેં મને રડતા આવડી ગયું.
જ્યારથી આ અખતરા કરી હું કલાકાર થઈ ગયો.
બસ ત્યારથી હું એક નવો ગઝલકાર થઇ ગયો.

નાદાનીમાં આવી તુ નાની નાની ભુલ કરે છે.
પ્રેમમાં ખીલેલા એ નાના નાના ફુલ ખરે છે.
પ્રતિક ના પ્રેમનો જ્યારથી સ્વીકાર થઈ ગયો.
બસ ત્યારથી હું એક નવો ગઝલકાર થઇ ગયો

જ્યારથી પ્રેમનાં ધંધામા હું બેકાર થઇ ગયો.
બસ ત્યારથી હું એક નવો ગઝલકાર થઇ ગયો.

                                                        -pratik mor

No comments:

Post a Comment