April 30, 2010

આપી એણે બેવફાઈ મને, તો શાનું છે દુ:ખ મને,

આપી એણે બેવફાઈ મને, તો શાનું છે દુ:ખ મને,
નાં કરીતી વફાની ઉમીદ, દીધો એણે દગો મને.


એના પ્રકાશમાં ફક્ત હતો બફારો,
હા, એના વગર અંધકાર છવાયો,
પણ અંધકારમાં મળી શીતળતા મને.
આપી ......



એનો જૂથો પ્રેમ લાગતો હતો આકરો,
હા, આંધળા પ્રેમનો પવન વાયો,
પણ પ્રેમ નથી ને દેખાઈ દુનિયા મને.
આપી ......



એની મહેફિલમાં ફક્ત હતો એકાંત મારો,
''પ્રતિક'' ને તો ભૂલઈ ગયો હતો એનો જ છાયો,
પણ એની બેવફાઈ એ બનાવ્યો શાયર મને.

આપી એણે બેવફાઈ મને, તો શાનું છે દુ:ખ મને,
નાં કરીતી વફાની ઉમીદ, દીધો એણે દગો મને.

No comments:

Post a Comment