May 29, 2009

મંદી.

અવળચદીં અવળચદીં,કેવી છે તુ ઓ મંદી.

ના કોઇ છે તારી ઋતુ, ના કોઇ છે તારો વાર,
જ્યારે આવે છે તુ ઓ મંદી, બધા થઈ જાય છે બેકાર.
અવળચદીં અવળચદીં .................

નથી તુ કોઇ તિથિ, નથી તુ કોઇ તહેવાર,
જ્યારે આવે છે તુ ઓ મંદી, થપ થઈ જાય છે વેપાર.
અવળચદીં અવળચદીં .................

નથી તારામાં કોઇ દયા, નથી તારામાં કોઇ વિચાર,
જ્યારે આવે છે તુ ઓ મંદી, માણસોમાં થઈ જાય છે તકરાર
અવળચદીં અવળચદીં .................

નથી તને પકડવા ડોરી, નથી તને પહોચવા તાર,
જ્યારે આવે છે તુ ઓ મંદી, ધ્રુજતી થઈ જાય છે સરકાર.
અવળચદીં અવળચદીં .................

No comments:

Post a Comment