December 14, 2012

ફરિયાદ કરીનેય મને યાદ કરો, યાર
ભલેને મહેફિલ થી બાકાંદ કરો, યાર
તણખલું સમજીને નજર અંદાજ કરો ભલે
પણ મુશીબતમાં અમને સાદ કરો, યાર

ફરિયાદ કરીનેય મને યાદ કરો, યાર
ને એજ બહાને મીઠો વિવાદ કરો, યાર
સુધાર કરી ના શકો,વત્તા કરી ના શકો
હવે તો મારી ભૂલો ને બાદ કરો, યાર

ફરિયાદ કરીનેય મને યાદ કરો, યાર
ને ક્યારેક મારી કબર પર ફરો,યાર
કબરની તિરાડમાંથી મળ્યું પાણી
ક્યારેક સુરાનો થોડો પ્રસાદ ધરો, યાર


No comments:

Post a Comment