આજે પ્રથમ દિવસે મારી એક ગઝલ post કરું છું.
જીદંગી છે એક રેત નો ધગલો નાનો
એને પકડવા માંગે છે આ જમાનો
આજે ટેકરો તો કાલે થશે ખાડો
મફતમાં શું કામ થાય દીવાનો
જીવન છે જાણે કે હાથમાં મુકેલી આ રેત
આ તો છે પ્રભુની એક આનમોલ આ ભેત
વાળવા જસો મુઠ્ઠી તો નીકળી જાય છે આ રેત
ખુલ્લી રાખો મુઠ્ઠી,ભલે ઊડતી જાય છે આ રેત
દોસ્તોના સહકારથી ભીંજાતી જાય છે આ રેત
દુશ્મનોની ધમકીથી સુકાતી જાય છે આ રેત
સુખના હલકા પવનથી ઉડી જાય છે આ રેત
દુઃખના વંટોળથી વપરાઈ જાય છે આ રેત
ધીરે ધીરે જવાન થતી જાય છે આ રેત
બુઢાપા સાથે વપરાઈ જાય છે આ રેત
No comments:
Post a Comment